ખેલ-જગત
News of Tuesday, 6th February 2018

યુવાઓની અસલી પરીક્ષા હવે શરૂ થશે, સિનિયર લેવલે પ્રતિભા સાબિત કરવી પડશે

ફાઈનલમાં અમે નં.૧ ટીમ જેવુ ન રમ્યાઃ દ્રવિડ

મુંબઈઃ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા પરત ફરી છે. તમામ ક્રિકેટરોનું ધામધુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ટીમના કોચ રાહુલ દ્રવિડ કહ્યું હતું કે ફાઈનલમાં હજુ પણ ધાર્યુ પરિણામ લાવી શકયા હોત. અમે ફાઈનલમાં નં.૧ જેવું રમી ન શકયા. અમે ફાઈનલમાં નં.૧ જેવું રમી ન શકયા. મને મારા છોકરાઓ ઉપર ગર્વ છે. દ્રવિડે કહયું કે ૧૫-૧૬ મહિનાથી મારી ટીમ સખત પ્રેકટીસ કરી રહી હતી. ખેલાડીઓને વિકસીત કરવા યોજનાઓ બનાવી હતી. ખેલાડીઓની અસલી પરીક્ષા હવે શરૂ થશે. સિનિયર લેવલે પોતાની પ્રતિભા સાબિત કરવી પડશે.

દરમિયાન યુવા ખેલાડીઓનું છત્રપતિ શિવાજી એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના યુવા ખેલાડીઓએ ચોથી વખત વર્લ્ડકપ મેળવ્યો હતો.

(11:44 am IST)