ખેલ-જગત
News of Monday, 5th December 2022

હું હજીયે કુંબલેની હાજરીમાં બહુ સંભાળીને બોલું છું:યુવી

કોઇ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખું છું

નવી દિલ્‍હી : ભારતને મળેલા અસાધારણ ઓલરાઉન્‍ડર્સમાં યુવરાજસિંહનું નામ અચૂક લેવાય છે. અને તેણે ૨૦૦૦ ની સાલમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી વખતે ભારતીય ટીમમાં ડેબ્‍યુ કર્યુ હતું. જોકે ખુદ તેણે સાઉથ આફ્રિકાની ટી ૨૦ સ્‍પર્ધાના લોન્‍ચિંગ પ્રસંગે મુંબઇમાં આયોજીત એક શોને સંબોધતા કહ્યું, ‘હુ પહેલી વાર ડ્રેસિંગ-રૂમમાં ગયો ત્‍યારે સિનિયર પ્‍લેયરોથી ખૂબ ડરતો હતો.

સચિન,  દ્રવિડ, કુંબલે અને ગાંગુલી જેવા દિગ્‍ગજોની સાથે મારે એ રૂમમાં બેસવાનું હતું એટલે સ્‍વાભાવિક છે કે હું નર્વસ થઇ જ જાઉ. ખરુ કહું તો બાવીસ વર્ષ પછી હજી આજે પણ હુ કુંબલેની હાજરીમા બહુ સંભાળીને બોલુ છુ. કોઇ ભૂલ ન થઇ જાય એની ખાસ કાળજી રાખુ છું.

(3:43 pm IST)