ખેલ-જગત
News of Saturday, 5th December 2020

ચેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડમાં નસ્લવાદનો શિકાર થયો હતો

પુજારા કંટાળીને આત્મહત્યા કરવા માગતો હતો : ભારતના ચેતેશ્વર પૂજારાને પણ એશિયન હોવાથી અને ચામડીના રંગના કારણે સ્ટીવ બોલાવવામાં આવતો હતો

નવી દિલ્હી,તા. : કાઉન્ટી ક્રિકેટની મોટી ટીમ યોર્કશરની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ટીમ પર નસ્લવાદનો આરોપ લાગ્યો છે. દરમિયાન યોર્કશરના પૂર્વ કર્મચારીઓએ પણ ક્રિકેટર અજીમ રફીકના દાવાનું સમર્થન કરીને ટીમની મુશ્કેલી વધારી દીધી છે. પૂર્વ કર્મચારીઓએ ખુલાસો કર્યો કે ભારતના ચેતેશ્વર પૂજારાને પણ એશિયન હોવાથી અને ચામડીના રંગના કારણે સ્ટીવ બોલાવવામાં આવતો હતો. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ આંતરાષ્ટ્રીય ખેલાડી ટીનો બેસ્ટ અને પાકિસ્તાનના રાણા નાવેદ ઉલ હસને રફીકના આરોપોનું સમર્થન કરતા સાબિતી રજુ કરી છે. તેના આરોપોની તપાસ ચાલી રહી છે. ક્રિકઇન્ફોના મતે યોર્કશરના બે પૂર્વ કર્મચારી તાજ બટ અને ટોની બાઉરીએ ક્લબમાં સસ્થાગત નસ્લવાદ સામે સાબિતી આપી છે.

યોર્કશર ક્રિકેટ ફાઉન્ડેશન સાથે સામુદાયિક વિકાસ અધિકારી તરીકે કામ કરી ચૂકેલા બટે કહ્યું કે એશિયન સમુદાયનો ઉલ્લેખ કરતા સમયે સતત ટેક્સી ચાલકો અને રેસ્ટોરન્ટમાં કામ કરનારનો હવાલો આપવામાં આવતો હતો. તેમણે કહ્યું કે એશિયન મૂળના દરેક વ્યક્તિને તે સ્ટીવ બોલાવતા હતા. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ સ્ટીવ કહેવામાં આવતો હતો. કારણ કે તેના નામનો ઠીકથી ઉચ્ચારણ કરી શકતા હતા. બટે મહિનાની અંદર રાજીનામું આપી દીધું હતું. બાઉરી ૧૯૯૬ સુધી કોચના રૂપમાં કામ કરતા હતા અને ૧૯૯૬થી ૨૦૧૧ સુધી યોર્કશર ક્રિકેટ બોર્ડમાં સાંસ્કૃતિક વિવિધતા અધિકારી રહ્યા હતા.

પછી તેમને અશ્વેત સમુદાયોમાં ખેલના વિકાસ માટે ક્રિકેટ વિકાસ પ્રબંધક બનાવી દીધા હતા. તેમણે કહ્યું કે ઘણા યુવાનોને ડ્રેસિંગ રૂમના માહોલમાં તાલમેલ બેસાડવામાં પરેશાન થઈ હતી. કારણ કે તેમના પર નસ્લવાદી ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. તેની અસર તેમના પ્રદર્શન પર અસર પડી હતી. બે વર્ષ પહેલા યોર્કશર કાઉન્ટી છોડનાર રફીકે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેણે કડવા અનુભવથી તંગ આવીને આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો.

(7:26 pm IST)