ખેલ-જગત
News of Saturday, 5th December 2020

બીમાર દીકરીને લીધે આફ્રિદીએ લંકા પ્રિમીયર લીગ છોડીને જવું પડયું

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને હાલમાં ચાલી રહેલી લંકા પ્રીમિયર લીગની ટીમ ગેલે ગ્લોડિયેટર્સના કેપ્ટન શાહિદ આફ્રીદીએ અચાનક લીગ પડતી મુકીને પાકિસ્તાન રવાના થઇ જતા બધાને આશ્ચર્ય થયું છે. આફ્રિદીએ પણ સોશ્યલ મીડીયામાં પોતે પર્સનલ કારણસર લીગ છોડીને જઇ રહ્યો હોવાનું કહ્યું હતું અને એ પર્સનલ કારણ વિશે વધુ સ્પષ્ટતા ન કરતા જાતજાતની અટકળો થઇ રહી હતી. જો કે હવે લંકા પ્રીમીયર લીગે તેના ઓફીશ્યલ ટ્વિટર હેન્ડલ પર આફ્રિદીનો ફોટો શેર કરીને બધી અટકળોનો અંત લાવી દીધો છે. આફ્રિદી તેની બીમાર પુત્રીને હોસ્પિટલમાં ભરતી કરાતા પાકિસ્તાન ચાલ્યો ગયો હતો લંકન પ્રીમિયર લીગે ફોટો સાથે લખ્યું હતું કે બધુ બરાબર થઇ જતા આફ્રિદી ફરી ટીમ સાથે જોડાઇ જશે.

(2:34 pm IST)