ખેલ-જગત
News of Saturday, 5th December 2020

આઠ ખેલાડીઓ કોરોના ગ્રસ્ત થતાં આઇસોલેશન દરમ્યાન પાકિસ્તાનની ટીમને પ્રેકિટસની છૂટ ન મળી

ક્રાઇસ્ટચર્ચ તા. પ : ર૪ નવેમ્બરે ન્યુઝીલેન્ડ પહોંચીને હાલમાં ફરજિયાત ૧૪ દિવસ કવોરન્ટીન થયેલી પાકિસ્તાનની ટીમની મુસીબતો પુરી થવાનું નામ નથી લેતી એક પછી એક આઠ ખેલાડીઓનો કોવિડ-રિપોર્ટ પોઝીટીવ આવતા ટેન્શનમાં મુકાઇ ગયેલી પાકિસ્તાનની ટીમને હવે ન્યુ ઝીલેન્ડે ૧૪ દિવસના આઇસોલેશન દરમ્યાન ટ્રેઇનિંગ કે પ્રેકિટસ કરવાની છુટ આપવાની ના પાડી દીધી છે.

ન્યુ ઝીલેન્ડના હેલ્થ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ક્રાઇસ્ટચર્ચમાંં આઇસોલેટ થયેલી પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમને હોટેલ છોડવાની અને ગ્રુપમાં પ્રેકિટસ કરવાની અનુમતિ પ્રદાન કરવામાં નહી આવે.

હેલ્થ ઓફીસર ડો. એશ્લી બ્લુમફીલ્ડે આ બાબતે જણાવ્યું હતું કે ''મે સાવધાની પુર્વક આ પરિસ્થિતિ પર વિચાર કર્યો છે અને આ સમયે અને સ્કવોર્ડની અંદર સંક્રમણના જોખમની ચિંતા છે. ટીમમાં કેટલાક એકિટવ કેસ મળ્યા છે કોરોના સામે પબ્લિક હેલ્થને અમારી સૌપ્રથમ અપાતી પ્રાથમીકતા યથાવત રહેશે, પછી એ કોઇ વ્યકિત હોય કે ટીમ, અમે લીધેલા નિર્ણયને લીધે મહેમાન ટીમે જે પડકારનો સામનો કરવો પડશે એની અમે ન્યુઝીલેન્ડ વચ્ચે વચ્ચે ૧૮ ડિસેમ્બરથી ત્રણ ટી ર૦ અને બે  ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે.

(2:33 pm IST)