News of Saturday, 5th December 2020
આવતા વર્ષે એશિયા કપ શ્રીલંકામાં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારી વસીમ ખાને જણાવ્યું હતું કે આવતા વર્ષે એશિયા કપ શ્રીલંકામાં યોજાશે, જયારે પાકિસ્તાન ર૦રર માં આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો. પણ કોરોનાને લીધે એને રદ કરવામાં આવ્યો હતો.
(2:33 pm IST)