ડીઆરએસમાં નિષ્ફળ રહેતા પંત ફરી થયો ટ્રોલ
બંગલા દેશ સામે જીતતાં-જીતતાં હારી ગયા બાદ ભારતના ક્રિકેટપ્રેમીઓનો ગુસ્સો ફરી એક વાર રિષભ પંત પર ઊતર્યો છે અને તેને સોશ્યલ મીડિયામાં લોકોએ ટ્રોલ કર્યો હતો.
પંતે મેચમાં લીધેલા બે ખોટા ડીઆરએસને કારણે ભારતને વિકેટ મળતાં- મળતાં રહી ગઈ હતી અને મુશફિકુર જ છ રનના વ્યકિતગત સ્કોર પર આઉટ હતો તે નાબાદ ૬૦ રન કરીને પોતાની ટીમને જિતાડી ગયો. આ વિશે ક્રિકેટપ્રેમીઓએ પંતને આડે હાથ લીધો હતો. એક ચાહકે તો એટલું પણ કહી દીધું હતું કે તમારી પાસે ટીમમાં વૃદ્ઘિમાન સહા, સંજુ સેમસન અને શુભમન ગિલ જેવા પ્લેયર્સ છે તો શા માટે તમે વારંવાર રિષભ પંતને જ રમાડો છો?
કેટલાક ક્રિકેટયાહકોખે એમ કહ્યું હતું કે ટીમમાં પંતનું સિલેકશન ઈવીએમ મશીનથી કરાયું છે તો વળી કોઈકે પંતને આ મેચનો વિલન ગણાવ્યો હતો.