ખેલ-જગત
News of Wednesday, 5th August 2020

ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં પાક.ના બે વિકેટે ૧૨૧

માન્ચેસ્ટરમાં પ્રથમ ટેસ્ટ મેચ

માન્ચેસ્ટર, તા. ૫ : બાબર આઝમ (૫૨) અને ઓપનર શાન મસૂદ (૪૫)ની શાનદારા બેટિંગના જોરે પ્રવાસી પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે વરસાદને લીધે મેચ અટકાવાઈ ત્યાં સુધીમાં બે વિકેટના ભોગે ૧૨૧ રન બનાવી લીધા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્મય કર્યા બાદ તેની શરૂઆથ બહુ સારી રહી નહતી. ટીમે ઓપર આબિદ અલી (૧૬) અને સુકાની અઝહર અલી (૦)ની વિકેટ માત્ર ૪૩ રનના કુલ સ્કોર પર ગુમાવી દીધી હતી. અલીને આર્ચરે બોલ્ડ કર્યો હતો જ્યારે અઝહરને વોક્સે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જોકે, આ દરમિયાન શાન મસૂદે એક છેડો જાળવી રાખ્યો હતો અને એ પછી તેની સાથે બાબર આઝમ જોડાયો અને બેને જણાએ ટીમના જુમલાને ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન વરસાદને લીધે મેચ અટકાવવી પડી હતી. કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં રમત સ્પર્ધાઓ લાંબો સમય બંધ રહ્યા બાદ ધીરે ધીરે શરૂ કરાઈ રહી છે ત્યારે ઈંગ્લેન્ડમાં વેસ્ટઈન્ડિઝની ત્રણ ટેસ્ટની શ્રેણી બાદ પાકિસ્તાનની ટેસ્ટ શ્રેણી યોજાઈ રહી છે.

(9:48 pm IST)