ખેલ-જગત
News of Friday, 5th July 2019

કાલે ટીમ ઈન્ડિયાના ટાઈગર્સ લંકાને પછાડી પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે !

૪ સદી અને ૧ ફિફટી (કુલ ૫૪૪ રન) સાથે રોહિત શર્મા ટોચના સ્થાને : જાડેજાને તક મળશે?

લીડ્સ, તા.૫ : આઇસીસી વર્લ્ડ કપમાં પહેલાથી જ ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઇ હોવા છતાં ટીમ ઇન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામેની મેચમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. આના માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે.

રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવ્યા છે. તે ચાર સદી વર્તમાન વર્લ્ડ કપમાં ફટકારી ચુક્યા છે. તેને નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી છે. ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા અને ભારત બંનેની એક એક મેચ બાકી છે. જેથી બંનેને પ્રથમ સ્થાન પર પહોંચી જવાની તક છે.

સેમીફાઇનલમાં ચાર ટીમો નક્કી થઇ ચુકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. ભારત અને ઇંગ્લેન્ડ પણ સેમીફાઇનલમાં પહોંચી ચુક્યા છે.શ્રીલંકા ત્રણ જીત અને ત્રણ હાર સાથે આઠ પોઇન્ટ ધરાવે છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. લીડ્સ ખાતે મોટી સંખ્યામાં ભારતીય ચાહકો પહેલાથી જ પહોંચી ચુક્યા છે. પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.

 ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના , લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસ.

(3:42 pm IST)