ખેલ-જગત
News of Thursday, 5th July 2018

ફિફા વર્લ્ડ કપમાં મેચોની ભવિષ્યવાણી કરનાર બિલાડીનું મોત

નવી દિલ્હી: ફિફા વિશ્વ કપમાં છ મેચોની સ્ટિક ભવિષ્યવાણી કરનાર બિલાડીના મોતથી ચીનમાં સોશિયલ મીડિયા પર શોકનો માહોલ વર્તાઈ રહ્યો છે. નારંગી રંગની બિલાડી સામે ખાવામાં બે બોલ વાટકા રાખવામાં આવતા અને તેની પાછળ ટીમોના ધ્વજને રાખવામાં આવતા હતા. અત્યાર સુધી આ બિલાડીએ છ મેચોની સટીક ભવિસ્યવાણી કરી હતી. જેના કારણે ચીનમાં તે ખુબ પ્રસિદ્ધિ મેળવી હતી.પેલેસ મ્યુઝીયમના ચીનના વેઈબો પર તેનું એકાઉન્ટ પર બનાવવામાં આવ્યું હતું. આર્જેટીના અને નાઈજેરિયા વચ્ચે રમાયેલ મેચીની ભવિષ્યવાણી તેની અંતિમ હતી. મ્યુજીયમે કહ્યું કે બિલાડી બીમાર હતી અને સોમવારે તેની મોત  થઇ હતી. તેના પછી વેઈબો પર 10000થી વધુ પ્રતિક્રિયાઈ મળી હતી.

(5:50 pm IST)