ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

ફિફા વર્લ્ડકપ:રશિયામાં જબરી તૈયારી: રાષ્ટ્રપતિ પુતિનની સહમતીથી સુપરહૉટ મૉડલની એમ્બેસેડર તરીકે પસંદગી

વિક્ટોરિયા લોપેરેવા ટેલીવિઝન પ્રેઝેન્ટર, એક્ટ્રેસ અને બ્લૉગર છે : 2003માં મિસ રશિયા પણ બની ચૂકી છે

ફિફા વર્લ્ડ કપ માટે રશિયામાં જબરી તૈયારીઓ થઇ રહી છે આ વર્ષે ફીફા વર્લ્ડનું આયોજન આ વખતે રશિયામાં થવાનું છે.ત્યારે યજમાન રશિયાએ આ તૈયારીના ભાગરૂપે ફીફા વર્લ્ડ કપ માટે દેશની એક મૉડેલને એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ નિર્ણય રશિયન રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની સહમતિ બાદ લેવામાં આવ્યો છે.

  આ સુંદર મોડલનું નામ વિક્ટોરિયા લોપેરેવા છે. તે ટેલીવિઝન પ્રેઝેન્ટર, એક્ટ્રેસ અને બ્લૉગર છે. તે 2003માં મિસ રશિયા પણ બની ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં તેની પસંદગી પાછળ રશિયન રાષ્ટ્રપતિનો મહત્વનો રોલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  18 માર્ચે પુતિન બીજીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીના દિવસે વિક્ટોરિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોલોઅર્સને વોટ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ મૉસ્કોમાં વોટ મોનિટરિંગ ઑફિસની વિઝિટ કરવા પણ પહોંચી છે.

  તેણે આ વિશે કહ્યું હતું કે, ‘આજે મેં જોયું કે, રશિયાના રાષ્ટ્રપતિ ઈલેક્શનના મતદાન પર કેવા પ્રકારની નજર રાખવામાં આવે છે.’  પુતિનની જંગી જીત બાદ તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘આ એક નવું સપ્તાહ છે પણ આવનારા છ વર્ષો માટે સ્થિરતા દેખાઈ રહી છે.

   ફિફા વર્લ્ડકપની એમ્બેસેડર બનાવાયા બાદ વિક્ટોરિયા રેમ્પ શો તથા ઈવેન્ટ્સથી માંડીને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ મેળવી રહી છે. લોકો તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે અને તેના ફોટોઝ-વીડિયોઝ લાઈક અને શેર કરી રહ્યાં છે.

(9:02 pm IST)