ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

વર્લ્ડ કપ ફૂટબોલની જર્મનીની ટીમ જાહેર

નવી દિલ્હી: જર્મનીએ જાહેર કરેલી વર્લ્ડ કપ ફૂટબોલની ટીમમાં આશ્ચર્યજનક રીતે આક્રમક શૈલીના સ્ટાર મિડ ફિલ્ડર લેરોપ સાનેનો સમાવેશ નથી કર્યો. ૨૩ ખેલાડીઓની જાહેર કરેલી ટીમમાં ગોલ કિપર મેન્યુલ નેયુઅરને સ્થાન આપવામાં આવ્યું છે. ગત સપ્ટેમ્બરથી ઇજાગ્રસ્ત નેયુઅર માત્ર એક જ સત્તાવાર મેચ ગત શુક્રવારે ઓસ્ટ્રીયા સામે રમ્યો હતો. જો કે જર્મનીના ફૂટબોલ ચાહકોમાં એ જ ચર્ચા મુખ્ય રહી છે કે ૨૨ વર્ષીય સેન કેમ ટીમમાં નજર અંદાજ કરવામાં આવ્યો છે. સેન ૨૦૧૬માં યુરો કપમાં રમ્યો હતો. વર્લ્ડ કપમાં તેના સ્થાને જુલિયન બ્રાન્ડરને તક મળી છે. તેવી જ રીતે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા ઇન્ફોર્મ ખેલાડી ગોલ કિપર બર્ન્ડ લેનો, ફોરવર્ડ નિલ્સ પેટરસન અને ડીફેન્ડર જોનાથન તાહ પણ પસંદગી નથી પામ્યા. કોચ મેસાકિમ લવે કહ્યું હતું કે સેન જેવા ખેલાડીને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય અંગત રીતે પણ કઠીન હતો. છેક મુસાફરી માટે ચેક ઇન કાઉન્ટર વખતે મુસાફરને પરત મોકલવો પડે તેવી આ મારી પણ મનોવેદના હતી. જર્મનીના ડીફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે અને નેયુઅર તે વખતે ટીમનો કેપ્ટન છે તેણે છેલ્લા ચાર વર્ષમાં સાતત્યભર્યું ફોર્મ બતાવી સ્થાન ટકાવ્યું છે. જર્મનીની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા જતા પહેલા શુક્રવારે તેની આખરી વોર્મઅપ મેચ સાઉદી અરેબિયા સામે રમશે. જર્મની ગુ્રપ 'એફ'માં સ્વીડન, મેકિસકો અને સાઉથ કોરિયા જોડે છે. જર્મનીની ટીમ : ડિફેન્ડર્સ : જેરોમ બોયતેંગ, માથિઆસ ગિન્ટર, જેનાસ હેકટર, મેટસ હમેલ્સ, જોશુઆ કિમીચ, માર્વિન પ્લાટેન હાર્ડ, એન્ટોનિયો રૃઓડિગર અને નિકાલસ સુલે મિડ ફિલ્ડર : જુલિયન બ્રાન્ડર, જુલિયન ડ્રાક્ષિઅર, લેઓન ગોરત્ઝકા, લીકા ગુન્ગેગન, સેમી ખેદિરા, ટોની ક્રુસ, થોમસ મુલર, પાર્કો રીવિસ, સેબાસ્ટિન રૃડી, મેસુટ ઓઝિલ ગોલ કિપર્સ : મેન્યુલ નેયુએર, માર્ક સ્ટેજેન અને કેપિન ટ્રાય

(5:09 pm IST)