ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

બેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે

લીડ્સ ટેસ્ટમાં જીત બાદ ઈંગ્લેન્ડ માટે એક ખરાબ સમાચાર છે. ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોકસ ઈજાગ્રસ્ત થવાને કારણે સ્કોટલેન્ડ સામેની વન-ડે મેચ અને આવતા સપ્તાહથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વન-ડે સિરીઝની શરૂઆતની મેચોમાં નહીં રમી શકે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે સ્ટોકસના ડાબા પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆતની મેચોમાં નહિં રમી શકે. સ્ટોકસની ગેરહાજરી છતાં ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલીંગ દ્વારા ટીમને જીતાડી હતી. ઓલરાઉન્ડર ક્રિસ વોકસ પણ ઈજાને કારણે સ્કોટલેન્ડ સામેની મેચમાં નહિં રમી શકે.

(12:39 pm IST)