ખેલ-જગત
News of Friday, 5th March 2021

રિષભ પંતની ધમાકેદાર સદીની મદદથી ભારતને ૮૯ રનની લીડ :૨૯૪ રનમાં ભારતે ૭ વિકેટ ગુમાવી : પૂજારા - કોહલી નિષ્ફળ રહ્ના

અમદાવાદ ટેસ્ટના આજે બીજા દિવસે ભારતે ૭ વિકેટ ગુમાવી ૨૯૪ રન કર્યા હતા : જેમાં વિકેટકીપર રીષભ પંતની ધમાકેદાર સદીનું મહત્વનું યોગદાન છે : આ સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ પર ૮૯ રનની લીડ ચડાવી છે : આજે દિવસ પૂર્ણ થયો ત્યારે વોશીંગ્ટન સુંદર ૬૨ રને અને પંત ૧૦૦ રને દાવમાં હતા : ઈંગ્લેન્ડના બોલર ઍન્ડરસને ૩, બેન સ્ટોકસે ૨ તથા જેક લીચે ૨ તેમ કુલ ૭ વિકેટો લીધી હતી, આમ બીજા ટેસ્ટમાં ભારતે શરૂઆતમાં રોહિત, પૂજારા અને કોહલી જેવા બેટ્સમેનને ગુમાવ્યા બાદ રીષભ પંત અને વોશીંગ્ટન સુંદરે બાજી હાથમાં લેતા સારી સ્થિતિમાં ભારતીય ટીમ આવી ગઈ છે

(5:22 pm IST)