ખેલ-જગત
News of Friday, 5th March 2021

સચિન,સહેવાગ, પઠાણ બંધુઓ, યુવી, લારા સહિતના દિગ્ગજ ક્રિકેટરો ફરી રમતા જોવા મળશે

રાયપુરમાં આજથી રોડ સેફટી વર્લ્ડ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ : ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લેશે

રાંચી,તા.૫: રાયપુરના શહિદ વીર નારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રોડ સેફટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ વ્૨૦ મેચ આજે રમાનારી છે. પ્રથમ વાર દેશ અને દુનિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રાયપુરના સ્ટેડિયમમાં તેમનુંં કૌવત દખાડશે. આજે સાંજે ૭ કલાકે શરુ થનારી ટુર્નામેન્ટને છત્ત્।ીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બદ્યેલ ખુલ્લી મુકશે. જેમાં પ્રથમ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જેમાં સચિન પણ રમતો જોવા મળશે.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરની કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગૃપ અહી રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરી રહી છે. જેનો હેતુ લોકોને માર્ગ અકસ્માતોથી જાગૃતી પ્રેરવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેંડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ક્રિકેટરો ભાગ લેશે. આ તમામ દેશોમાંથી પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ભાગ લઇ રહ્યા છે.

આજની પ્રથમ મેચમાં સચિન, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓ મેદાનમાં રમતા જોવા મળશે. ખાસ કરીને ચાહકોને સચિને અને સહેવાગની રમતને જોવા માટેની ઉત્સુકતા વર્તાઇ રહી છે. સચિનને છેલ્લા કેટલાક સમયથી ચાહકોએ ક્રિકેટ રમતા જોયો નથી અને તેને ફરીથી ક્રિકેટ રમતો જોવો એ પણ એક લ્હાવો હશે. માટે જ ચાહકો પણ આજના મેચનો ઇંતઝાર કરી રહ્યા છે.

રાયપુર ક્રિકેટ સ્ટેડિયમ આઇપીએલ અને ચેમ્પિયન્સ લીગ વ્૨૦ ની યજમાની કરી ચુકી છે. જાણકારોનુંં માનવુ છે કે પિચ થોડી ધીમી રહેશે. સાથે જ રાયપુરમાં મોટી બાઉન્ડ્રી લગાવવી પણ પડકાર રુપ બની રહેશે. આંકડાઓ પર નજર કરીએ તો, કોઇ પણ ટીમ આ સ્ટેડિયમમાં ૧૭૦ ના સ્કોરથી આગળ વધી શકી નથી. આમ આવી સ્થિતીમાં અહી રોમાંચક મેચની અપેક્ષા વધારે રાખવામા આવી રહી છે. આવતીકાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમ શ્રીલંકા સામે ટકરાશે. જેમાં બ્રાયન લારા જેવા મહાન ખેલાડીને રમતો જોવાનો લ્હાવો મળી શકે છે. (

(2:36 pm IST)