ખેલ-જગત
News of Friday, 5th February 2021

IPL- 2021 : હરાજી માટે 1097 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન: લિસ્ટમાં દિગજ્જ ક્રિકેટરોના નામ સામેલ

814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓએ નોંધણી કરાવી

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. આઈપીએલ 2021 ની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં થશે. અહેવાલ મુજબ હરાજી બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આઈપીએલ 2021 ની હરાજી માટે કુલ 1097 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓ શામેલ છે. આઇપીએલે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

હરાજી માટે નોંધણી કરાવનારા 283 વિદેશી ખેલાડીઓ પૈકી, વેસ્ટ ઇન્ડીઝમાંથી સૌથી વધુ (56) ખેલાડીઓ છે. આ પછી ઓસ્ટ્રેલિયાના 42 ખેલાડીઓએ હરાજી માટે પોતાનાં નામ આપ્યા છે. દક્ષિણ આફ્રિકાના 38 ખેલાડીઓ, શ્રીલંકાથી 31, ન્યુઝીલેન્ડના 29, ઇંગ્લેન્ડના 21, યુએઈના 9, નેપાળના 8, સ્કોટલેન્ડના 7, બાંગ્લાદેશના 5 અને આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, યુએસએ અને નેધરલેન્ડના બે ખેલાડીઓએ હરાજી માટે નોંધણી કરાવી છે.

(8:47 pm IST)