૨૦મીથી ઓમાનમાં લેજન્ડસ ક્રિકેટ લીગઃ સેહવાગ હરભજન અને યુવરાજ ઇન્ડિયા મહારાજા ટીમમાં

નવી દિલ્હીઃ૨૦ જાન્યુઆરીથી અખાતના દેશ ઓમાનમાં ભૂતપૂર્વ ક્રિકેટરોની ત્રણ ટીમો વચ્ચે પહેલી જ વાર લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) રમાશે, જેમાં ઇન્ડિયા મહારાજાસ નામની ટીમમાં વીરેન્દ્ર સેહવાગ, યુવરાજસિંહ અને હરભજનસિંહ સહિત ઘણા નામાંકિત ખેલાડીઓનો સમાવેશ હશે.
ઇન્ડિયા મહારાજાસઃ વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, બદરીનાથ, આર. પી. સિંહ, પ્રજ્ઞાન ઓઝા, નમન ઓઝા, મનપ્રીત ગોની, હેમાંગ બદાણી, વેણુગોપાલ રાવ, મુનાફ પટેલ, સંજય બાંગડ, નયન મોંગિયા અને અમિત ભંડારી.
એશિયા લાયન્સઃ વસીમ અકરમ, શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા, મુથૈયા મુરલીધરન, ચામિન્ડા વાસ, રોમેશ કાલુવિતરણા, તિલકરત્ને દિલશાન, અઝહર મેહમૂદ, ઉપુલ થરંગા, મિસબાહ-ઉલ-હક, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, મોહમ્મદ યુસુફ, ઉમર ગુલ અને અસગર અફઘાન.