ખેલ-જગત
News of Sunday, 5th January 2020

સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત, મજબૂત સ્થિતિ

ઓસ્ટ્રેલિયાની ૨૪૩ રનની લીડ, ૧૦ વિકેટ હાથમાં : ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાના ૪૫૪ વિરૂદ્ધ ૨૫૧માં ખખડ્યુ

સિડની, તા. ૫ :સિડનીમાં રમાઈ રહેલી  આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ૪૫૪ રન ઓલઆઉટના જવાબમાં આજે ન્યુઝીલેન્ડની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન ભેગા કરવામાં લિયોનની ચાવીરુપ ભૂમિકા રહી હતી. લિયોને ૬૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ફિલિપ્સે સૌથી વધુ ૫૨ રન કર્યા હતા. આજે રમત બંધથ રહી ત્યારે યજમાન ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં વિના વિકેટે ૪૦ રન  કર્યા હતા. ઓસ્ટ્રેલિયા હવે ન્યુઝીલેન્ડ ઉપર ૨૪૩ રનની લીડ ધરાવે છે અને તેની ૧૦ વિકેટ હાથમાં હોવાથી આ ટેસ્ટ મેચમાં પણ તેની જીત નિશ્ચિત બની ગઈ છે. આવતીકાલે જંગી લીડ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા દાવ ડિકલેર કરશે. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ઇજાથી પરેશાન હોવાથી અનેક ખેલાડીઓ રમી શક્યા નથી.

              ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફ્લિપ્સને સામેલ કરવામાં આવ્યો હતો. ૨૩ વર્ષના ગાળા બાદ ફિલિપ્સને પ્રથમ વખત ટેસ્ટ મેચ માટે બોલાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી નિકોલસ અને વિલિયમસન બંને વાયરલ તાવના સકંજામાં ગ્રસ્ત રહ્યા છે. ફિલિપ્સે વર્ષ ૨૦૧૯-૨૦ના સત્રની ખુબ જ રોમાંચક શરૂઆત કરી છે અને આ શ્રેણીમાં પણ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે વિના વિકેટે ૬૩ રન કર્યા હતા.આ સ્કોરથી આગળ રમતા ન્યુઝીલેન્ડની ટીમ આજે માત્ર ૨૫૧ રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લાબુશેન ૫૧૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૧૫ રન કરીને આઉટ થયો હતો. તેની બેવડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ  ૪૫૪નોે જુમલો ખડક્યો હતો. ન્યૂઝીલેન્ડના મુખ્ય બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા. ઓસ્ટ્રેલિયન ટીમ મજબુત સ્થિતિમાં દેખાઈ રહી છે. નિકોલસ અને કેન વિલિયમસને કવર આપવા માટે ગ્લેન ફિલિપ્સને બોલાવવામાં આવ્યો છે. ટેસ્ટ મેચ રોચક બની શકે છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને નવા વર્ષમાં પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ વિકેટ ૩૯ અને બીજી વિકેટ ૯૫ રનમાં ગુમાવી હતી. જો કે ત્યારબાદ લાબુશેન અને સ્મિથની જોડી જામી હતી અને આ બંનેએ સ્કોરને ૨૫૧ સુધી ખેંચી ગયા હતા.

લિયોનનો તરખાટ......

સિડની, તા. ૫ ;સિડનીમાં રમાઈ રહેલી  આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના સ્પીનર લિયોને તરખાટ મચોવ્યો હતો. લિયોને ૬૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેના લીધે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર મેચ પર જોરદાર પકડ જમાવી હતી. લિયોનની બોલિંગ નીચે મુજબ રહી હતી.

ઓવર......................................................... ૩૦.૪

મેઇડન............................................................ ૧૦

રન................................................................. ૬૮

વિકેટ.............................................................. ૦૫

ઇકોનોમિક................................................... ૨.૨૧

સ્કોરબોર્ડ : સિડની ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

વોર્નર

કો. ગ્રાન્ડહોમ બો. વાગનર

૪૫

બર્ન

કો. ટેલર બો. ગ્રાન્ડહોમ

૧૮

લાબુશેન

કો એન્ડ બો. એસ્લે

૨૧૫

સ્મિથ

કો. ટેલર બો. ગ્રાન્ડહોમ

૬૩

મેથ્યુ વાડે

બો. સમરવિલે

૨૨

હેડ

કો. વેટલિંગ બો. હેનરી

૧૦

પેની

બો. ગ્રાન્ડહોમ

૩૫

પેટિન્સન

બો. વાગનર

૦૨

કમિન્સ

કો. ફિલિપ બો. એસ્લે

૦૮

સ્ટાર્ક

બો. વાગનર

૨૨

લિયોન

અણનમ

૦૬

વધારાના

 

૦૮

કુલ              (૧૫૦.૧ ઓવરમાં ઓલઆઉટ) ૪૫૪

પતન  : ૧-૩૯, ૨-૯૫, ૩-૨૫૧,૪-૨૮૮,૫-૩૩૧, ૬-૪૧૦, ૭-૪૧૬, ૮-૪૨૬, ૯-૪૩૦, ૧૦-૪૫૪

બોલિંગ : હેનરી : ૩૨-૩-૯૪-૧, ગ્રાન્ડહોમ : ૨૪-૧-૭૮-૩, વાગનર : ૩૩.૧-૯-૬૬-૩, સમરવિલે : ૨૯-૨-૯૯-૧, એસ્લે : ૩૨-૦-૧૧-૨.

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ :

લાથમ

કો. સ્ટાર્ક બો. કમિન્સ

૪૯

બ્લન્ડેલ

બો. લિયોન

૩૪

રાવલ

એલબી બો. લિયોન

૩૧

ટેલર

એલબી બો. કમિન્સ

૨૨

ફિલિપ્સ

બો. કમિન્સ

૫૨

વેટલિંગ

બો. સ્ટાર્ક

૦૯

ગ્રાન્ડહોમ

રનઆઉટ

૨૦

એસ્લે

અણનમ

૨૫

સમરવિલે

બો. લિયોન

૦૦

વાગનર

બો. લિયોન

૦૦

હેનરી

સ્ટ. પેની બો. લિયોન

૦૩

વધારાના

 

૦૬

કુલ              (૯૫.૪ ઓવરમાં ઓલઆઉટ) ૨૫૧

પતન  : ૧-૬૮, ૨-૧૧૭, ૩-૧૭૭,૪-૧૪૫,૫-૧૬૩, ૬-૧૯૫, ૭-૨૩૫, ૮-૨૩૭, ૯-૨૩૭, ૧૦-૨૫૧

બોલિંગ : સ્ટાર્ક : ૨૧-૧-૫૭-૧, કમિન્સ : ૨૨-૬-૪૪-૩, પેટિન્સન : ૧૬-૩-૫૮-૦, લિયોન : ૩૦.૪-૦-૬૮-૫, લાબુશેન : ૪-૦-૮-૦, હેડ : ૨-૦-૧૧-૦૦

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

વોર્નર

અણનમ

૨૩

બર્ન

અણનમ

૧૬

વધારાના

 

૦૧

કુલ              (૧૬ ઓવરમાં વિના વિકેટે) ૪૦

બોલિંગ : હેનરી : ૫-૨-૧૧-૦, ગ્રાન્ડહોમ : ૩-૧-૯-૦, વાગનર : ૪-૧-૧૨-૦, સમરવિલે : ૪-૦-૭-૦

(8:03 pm IST)