ખેલ-જગત
News of Friday, 5th January 2018

કેપટાઉન ટેસ્ટમાં આફ્રિકા ૨૮૬ રનમાં ઓલઆઉટ

ડિવિલિયર્સ અને પ્લેસિસ સિવાય તમામ ફ્લોપઃ સ્પીડસ્ટાર ભુવનેશ્વરે તરખાટ મચાવીને ચાર વિકેટ ઝડપી

કેપટાઉન,તા. ૫, કેપટાઉન ખાતે શરૂ થયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ભુવનેશ્વરની શાનદાર બોલિંગના લીધે આફ્રિકાની ટીમ ૭૩.૧ ઓવરમાં જ ૨૮૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી ડિવિલિયર્સે ૬૫ અને પ્લેસિસે ૬૨ રન કર્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.

અમલા ત્રણ રન કરીને આઉટ થયો હતો. જ્યારે બંને ઓપનિંગ બેટ્સમેનોમાં એલ્ગર શૂન્ય અને મારક્રમ પાંચ રન કરીને આઉટ થયો હતો. આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આંકડા દર્શાવે છે કે, દક્ષિણ આફ્રિકાની સામે ક્લીન સ્વીપ થયા બાદ પણ ભારત નંબર વનના સ્થાન પર જ રહેશે. ભારત તેના નંબર વનના તાજને ગુમાવશે નહી. જો દક્ષિણ આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો તે ટોપ બે ટીમોમાં સામેલ થઇ જશે. ભારતીય ટીમ હાલમાં ૧૨૪ પોઇન્ટ ધરાવે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તેના કરતા ૧૩ પોઇન્ટ પાછળ છે. કેપટાઉન ટેસ્ટ અને બાકીની ટેસ્ટ આફ્રિકા જીતશે તો પણ ભારતીય ટીમ નંબર વન પર રહેશે. જો આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો બન્ને ટીમોના ૧૧૮ પોઇન્ટ થઇ જશે. આવી સ્થિતીમા ભારત નંબર એક પર રહેશે. કારણ કે તે થોડાક માટે આફ્રિકાથી આગળ રહેશે. જો પાકી ગણતરી કરવામાં આવે તો ભારતના પોઇન્ટ ૧૧૮.૪૭ થશે.  જ્યારે આફ્રિકાના ૧૧૭.૫૩ થઇજશે.

કેપટાઉન ટેસ્ટ : સ્કોરબોર્ડ

આફ્રિકા પ્રથમ દાવ :

એલ્ગર

કો. સહા બો. ભુવનેશ્વર

૦૦

મારક્રમ

એલબી બો. ભુવનેશ્વર

૦૫

અમલા

કો. સહા બો. ભુવનેશ્વર

૦૩

ડિવિલિયર્સ

બો. બુમરાહ

૬૫

પ્લેસિસ

કો. સહા બો. પંડ્યા

૬૨

ડિકોક

કો. સહા બો. ભુવનેશ્વર

૪૩

ફિલાન્ડર

બો. સામી

૨૩

મહારાજ

રનઆઉટ

૩૫

રબાડા

કો. સહા બો. અશ્વિન

૨૬

સ્ટાઇન

અણનમ

૧૬

મોર્કેલ

એલબી બો. અશ્વિન

૦૨

વધારાના

 

૦૬

કુલ

(૭૩.૧ ઓવરમાં ઓલઆઉટ)

૨૮૬

પતન  : ૧-૦, ૨-૭, ૩-૧૨, ૪-૧૨૬, ૫-૧૪૨, ૬-૨૦૨, ૭-૨૨૧, ૮-૨૫૮, ૯-૨૮૦, ૧૦-૨૮૬

બોલિંગ : ભુવનેશ્વર : ૧૯-૪-૮૭-૪, સામી : ૧૬-૬-૪૭-૧, બુમરાહ : ૧૯-૧-૭૩-૧, પંડ્યા : ૧૨-૧-૫૩-૧,  અશ્વિન : ૭.૧-૧-૨૧-૨

(10:13 pm IST)