ખેલ-જગત
News of Friday, 4th December 2020

ચેન્નાઈના ક્રિકેટર્સની પત્નીઓ પતિઓની પણ ખોદણી કરે છે

કપિલ શર્મા શોમાં પેસ બોલર દીપક ચાહરનો ધડાકો : સીએસકેના મોટા ભાગના ખેલાડી પરીણિત હોઈ દીપક ચાહરએકલો હોઈ તેની પાસે પત્નીઓ મનનો ઊભરો ઠાલવે છે

મુંબઈ ,તા.૪ :આઈપીએલની મેચ દરમિયાન દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સ વતી રમતા ખેલાડીએ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. સીએસકેના ઝડપી બોલર દીપક ચાહરના જણાવ્યા પ્રમાણે તેની ટીમના ખેલાડીઓની પત્નીઓ મારી સામે જ તેમના પતિદેવોની ખોદણી કરે છે. દીપક ચહરે ખુલાસો કોમેડી શો 'ધ કપિલ શર્મા શો સીઝન-૨લ્લમાં કર્યો છે.

દીપકે કહ્યું હતું કે, તેની ટીમના મોટાભાગના ખેલાડીઓ પરણેલા છે. જેથી મારે મજબુરીમાં પણ એકલા સમય વિતાવવો પડે છે. આ દરમિયાન ખેલાડીઓની પત્નીઓ તેની સામે બધી વાતો કરે છે. દીપક ચાહર આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સનો ભાગ છે. દીપક ચાહરના હજી સુધી લગ્ન નથી થયા. જ્યારે તેની ટીમના સાથી ખેલાડીઓમાંના મોટા ભાગનાઓના લગ્ન થઈ ગયા છે. મેચના ના હોય તે દિવસોમાં ખેલાડીઓ મોટા ભાગનો સમય તેમની પત્નીઓ સાથે વિતાવે છે. માટે દીપક ચાહરને કોઈ કંપની રહેતી નથી. ચાહરના જણાવ્યા પ્રમાણે સીએસકેની ટીમનો એક નિયમ છે કે, તેના તમામ ખેલાડીઓ એક જ ફ્લોર પર રોકાય છે. આ એક સારી વાત છે. દીપકે કહ્યું હતું કે, પરંતુ ટીમના ખેલાડીઓની પત્નીઓ એટલે કે મારી ઘણી ભાભીઓ છે. તે વધા સાથે મારે સારૂ બને છે. કારણ કે હું તેમની સાથે જ વધારે રહુ છું. હું જ્યારે તેમની પાસે બેસુ તો ટીમના મોટા ભાગના ખેલાડીઓની પત્નીઓ મારી સામે જ તેમની પતિદેવોની ખોદણી કરે છે. જ્યારે હું સિનીયર ખેલાડીઓની સાથે હોવ ત્યારે તેઓ તેમની પત્નીઓની નિંદા કરતા હોય છે.

આ ખેલાડીઓ કહે છે કે, લગ્ન કરીને આવુ થઈ ગયું. આ સાંભળી ગર્લફ્રેન્ડ કે લગ્ન કરવાની ઈચ્છા હોય છે તે પણ મરી જાય છે. લગ્ન કરીશું કે ગર્લફ્રેન્ડ બનાવીશું બન્ને તરફથી ભરાઈ જઈશું. ઉધર સે ભી ઓર ઈધર સે ભી.

(7:35 pm IST)