News of Wednesday, 4th December 2019
સેરી અ પ્લેયર ઓફ ધ યર બન્યો રોનાલ્ડો
મિલાન : યુવેન્ટ્સ અને પોર્ટુગલમાંથી રમતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સેરી અ પ્લેયર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઈટલીમાં તેની ડેબ્યુ સીઝનમાં રોનાલ્ડોએ ૨૬ ગોલ કરી યુવેન્ટ્સને ડોમેસ્ટીક ટાઈટલ જીતાડવા તરફ લઈ ગયુ હતું. આ સીઝનમાં રોનાલ્ડોએ ૧૧ મેચમાં છ વાર ગોલ કર્યા છે. પેરીસમાં યોજાયેલી બેલન ડીઓર સેરેમનીમાં તે વોટીંગમાં ત્રીજા ક્રમે આવ્યો હતો.
(3:50 pm IST)