ખેલ-જગત
News of Friday, 4th October 2019

રવિન્‍દ્ર જાડેજાએ ૪૪ ટેસ્‍ટ મેચોમાં ર૦૦ વિકેટ લીધીઃ બનાવ્‍યો વર્લ્‍ડ રેકોર્ડ

રવિન્‍દ્ર જાડેજા શુક્રવારના દક્ષણ આફ્રીકાના સલામી બેટસમેન ડીન એલ્‍ગરને આઉટ કરતાની સાથે જ ટેસ્‍ટ ઇતિહાસમાં  સૌથી ઝડપી ર૦૦ વિકેટ લેનાર બોલર બની ગયા છે.

જાડેજાએ ૪૪ માં ટેસ્‍ટમાં આ સિદ્ધી મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્‍પિનર રંગના હેરાથ (૪૭ ટેસ્‍ટ) ના નામ પર હતો. ર૦૦ ટેસ્‍ટ વિકેટ લેનારાઓમા દસમા ભારતીય રવિન્‍દ્ર જાડેજા બન્‍યા.

(11:26 pm IST)