ખેલ-જગત
News of Friday, 4th October 2019

ઇન્ડિયાની કોનેરૂ હમ્પી છે દુનિયાની ત્રીજા નંબરની ચેસ પ્લેયર

ઇન્ડિયા મહિલા ચેસ ગ્રેન્ડ માસ્ટર કોનેરૂ હમ્પી દુનિયાની ત્રીજા ક્રમની ચેસ-પ્લેયર બની ગઇ છે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગ પ્રમાણે તે ત્રીજા ક્રમે આવી ગઇ છે. રશિયામાં યોજાયેલી ગ્રેન્ડ પ્રિ ટુનામેન્ટ જીતીને તેણે ૧૭ ર્પાઇન્ટ મેળવ્યા હતા આ પોઇન્ટ સાથે થે ૨૫૭૭ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવી છે. ૨૬૫૯ પોઇન્ટ સાથે પહેલા ક્રમે ચીનની હો યિફાન અને ૨૫૮૬ પોઇન્ટ સાથે બીજા ક્રમે ચીન જુ વેન્જુન આવી છે.

(4:06 pm IST)