ખેલ-જગત
News of Friday, 4th October 2019

કોઇ ફિલ્મ માટે સજેશન આપી શકો છો? સુપ્રસિધ્ધ ટેનીસ સ્ટારે ટવિટ કર્યું

મુંબઇ,તા.૪: સ્વિટ્ઝરલેન્ડની સ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેટરર બોલીવુટની કલાસીક ફિલ્મ જોવી છે. રોજર ફેડરરે હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે 'કોઇ ફિલ્મ માટે સજેશન આપી શકો છો? અવેન્વર્સ અસેમ્બલ્સ અથવા તો એકવામેન?

તેણે વધુ એક ટ્વીટ કયુ હતું કે બોલીવુડની કોઇ કલાસીક ફિલ્મ?

 આ ટ્વીટ બાદ ઘણા લોકો તેને વિવિધ ટ્વીટ કરી સજેશન આપી રહ્યા છે. કેટલાક 'બાહુબલી', 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે', ' શોલે', ' દીવાર''હેરા ફેરી', 'લગાન','દંગલ', 'જોધા અકબર ' અને '૩ ઇડિયટસ' જેવી ફિલ્મોના સજેશન આપી રહ્યા છે. જો કે એક વ્યકિતએ ટવીટ કર્યું હતું કે હોલીવુડ અને બોલીવુડની કલાસીક ફિલ્મ 'સ્લમડોગ મિલ્યોનેર' જોઇ શકાય છે.

આ ટ્વીટનો જવાબ આપતાં રોજર ફેડરરે કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ ફિલ્મ મેં હજી સુધી નથી જોઇ

(4:05 pm IST)