ખેલ-જગત
News of Friday, 4th October 2019

ઇમરાન નફરતને નહીં, અમન અને શાંતિને પ્રમોટ કરે એવી આશા છેઃ હરભજનસિંહ

નવી દિલ્હીઃ હરભજનસિંહનું માનવું છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન દુનિયામાં અમન અને શાંતિ ફેલાવે. ઇમરાન ખાને યુનાઇટેડ નેશન્સની ગ્રેન્ડ એસેમમ્બ્લીમાં આપેલી સ્પીચને કારણે તેની ટીકા કરવામાં આવી રહી છે. આ વિશે હરભજન સિંહે કહ્યું હતું કે 'યુનાઇટેડ નેશન્સની ગ્રેન્ડ એસેમ્બલીની સ્પીચમાં ઇન્ડિયા સાથે ન્યુકિલયર વોર થઇ શકે છે એવી આડકતરી ધમકી આપવામાં આવી હતી. એક જાણીતા સ્પોર્ટપર્સન તરીકે ઇમરાને બ્લડબાથ અને ફાઇટ ટૂ ધ એન્ડ જેવા શબ્દનો ઉપયોગ કર્યો એનાથી બે દેશ વચ્ચે ફકત નફરત પેદા થશે. એક ભૂતપૂર્વ ખેલાડી તરીકે તેઓ અમન અને શાંતિને પ્રમોટ કરે એવી આશા રાખું છું.'

(4:03 pm IST)