ખેલ-જગત
News of Friday, 4th October 2019

સેહવાગ સાથે રોહિતની સરખામણી કરવી એ ખોટું છે : રોબિન ઉથપ્પા

બન્નેની બેટીંગ સ્ટાઇલ અલગ-અલગ : વિરૂપાજી તો બોલના ભુક્કા બોલાવી દયે છે

કલકતા, તા. ૪ :  રોબિન ઉથપ્પાનું કહેવું છે કે વીરેન્દર સેહવાગ અને રોહિત શર્માની સરખામણી કરવી ખોટી છે, કારણ કે બન્નેની બેટીંગ-સ્ટાઇલ અલગ છે. રોબિન ઉથપ્પાનું માનવું છે કે રોહિત શર્મા એક ઉત્તમ પ્લેયર છે અને ઓપનિંગમાં બેટીંગ કરવાની ટ્રીક તેણે ઓળખી લીધી છે. વીરેન્દર સહેવાગ સાથે તેની સરખામણી  થઇ રહી છે.

એ વિશે પુછતાં રોબિન ઉથપ્પાએ કહ્યું હતું કે સરખામણી કરવી યોગ્ય નથી. રોહિતની બેટીંગ કરવાની સ્ટાઇલ અલગ છે. તેઓ બન્ને અગ્રેસિવ છે એ કોમન છે. વિરૂપાજી બોલાના ભુકકા બોલાવી દે છે જયારે રોહિત બોલને પ્રેમથી ફટકારે છે. તેઓ જે રીતે બોલર સાથે ડીલ કરે છે એ એકદમ અલગ છે, પરંતુ એ બન્નેનાં અગ્રેસિવ નેચર છે.

(4:03 pm IST)