ખેલ-જગત
News of Friday, 4th October 2019

ઇમરાન જેવા ખેલાડી પાસેથી આવી આશા ન હોયઃ ભારતીય ક્રિકેટરોની લતાડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોએ ભારતને ધમકી દેવાના પાકિસ્તાની વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના યુએનજીસીના નિવેદનને જોરદાર લતાડ મારી છે.

ભજજીએ જણાવ્યુ હતુ કે યુએનજીસીમાં ભાષણમાં ભારત વિરૂધ્ધ પરમાણું યુધ્ધના સંકેત આપ્યા હતા. મુખ્ય વકતા હોવાને નાતે ઇમરાન દ્વારા ''ખુની સંઘર્ષ '' અને '' અંત સુધી લડાઇ'' જેવા શબ્દ પ્રયોગ બંને દેશો વચ્ચેની ખીણ ઉંડી કરશે. એક ખેલાડી તરીકે મને તેમની પાસેથી શાંતિને વધારવાની આશા હતી.

જયારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગાંધી જયંતિએ કરેલ ટવીટમાં જણાવેલ કે ગાંધીજીએ પોતાના જીવનમાં પ્રેમ, ભાઇચારો અને શાંતિનો સંદેશ આપ્યો છેે ઇમરાને યુએનના મંચથી ધમકી આપી અનેનફરતની વાત કરી. પાકિસ્તાને એવા નેતા જોઇએ જે વિકાસ, નોકરી અને આર્થીક વૃધ્ધીની વાત કરે ન કે યુધ્ધ અને આંતકવાદને પનાહ દેવાની.

તેવી જ રીતે ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીને જણાવ્યું હતુ કે અમે જે રીતના ક્રિકેટર ઇમરાનને જાણતા હતા તે જ પ્રકારનું ભાષણ તેમણે યુએનમાં આપ્યું છે.

(4:02 pm IST)