અનાસ્તાસિયા સેવાત્સોવાએ ચાઈના ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા
નવી દિલ્હી: લેટવિયાની અનાસ્તાસિયા સેવાત્સોવાએ ક્રોએશિયાની ડોના વેકિકને પરાજય આપી ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ૨૦મો ક્રમાંક ધરાવતી સેવાત્સોવાએ એક કલાક ૨૧ મિનિટ સુધી ચાલેલી મેચમાં વેકિકને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. વેકિક સામે સેવાત્સોવાનો આ સતત પાંચમો વિજય છે. સેવાત્સોવાએ ૨૦૧૦માં ચાઇના ઓપનમાં પદાર્પણ કર્યું હતું અને તે તે વખતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તે પછી પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. વેકિકે મેચમાં ૨૨ વિનર્સ લગાવ્યા હતા જે સેવાત્સોવા કરતાં નવ વધુ હતા પરંતુ તેણે ૨૯ અનફોર્સેડ એરર કરી હતી જેને કારણે હારનો સામનો કરવો પડયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સેવાત્સોવાનો સામનો અમેરિકાની સ્લોએન સ્ટીફન્સ અને સ્લોવેકિયાની ડોમિનિકા સિબુલ્કોવા વચ્ચેની મેચમાં વિજેતા ખેલાડી સામે ટકરાશે.