ખેલ-જગત
News of Wednesday, 4th September 2019

શમીના વકીલ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેશે ભારતીય ક્રિકેટ બોર્ડ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસાનો વિવાદ ફરી એક વાર સમાચારમાં આવ્યો છે. કલકતા કોર્ટે મોહમ્મદ શમી પર પોતાની પત્નિ હસીન જહાન સાથે ઘરેલુ હિંસા કરવાના આરોપમાં અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યુ હતું. જો કે આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડે વચ્ચે પડીને શમીના વકીલ સાથે વાત કરવાનું નક્કી કર્યુ છે.

(1:07 pm IST)