ખેલ-જગત
News of Tuesday, 4th September 2018

આઈસીસી રેન્કિંગમાં વિરાટ નંબર વન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને યથાવત છે. સોમવાર લેટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ 937 પોઈન્ટ સાથે નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં 60 રનોથી હાર મળી હતી. એવામાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ 3-1થી સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે.ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં 46 અને બીજી ઈનિંગમાં 58 રનની મદદથી કોહલી ટેસ્ટ રેન્કિંગ બેટ્સમેનોમાં ટોચના સ્થાને યથાવત છે. કોહલીએ અત્યાર સુધી રમેલી ચાર ટેસ્ટ મેચોની આઠ ઈનિંગમાં કુલ 554 રન બનાવ્યા છે. રેટિંગ પોઈન્ટના આધાર પર તે બેસ્ટ ટેસ્ટ બેટ્સમેનોની લિસ્ટમાં 11માં સ્થાન પર છે.

(7:05 pm IST)