ખેલ-જગત
News of Friday, 4th June 2021

ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સનો આજે જન્મદિનઃ સાવકા પિતાઍ ભાઇ-બહેનને મોતને ઘાટ ઉતાર્યા હતા

નવી દિલ્હીઃ વિશ્વના શાનદાર ઓલરાઉન્ડરોમાં સામેલ ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ આજે 30 વર્ષનો થઈ ગયો છે. બેન સ્ટોક્સે પોતાના દમ પર ઈંગ્લેન્ડને 2019ના વિશ્વકપમાં પ્રથમવાર ચેમ્પિયન બનાવ્યું હતું. બેન સ્ટોક્સની વાત કરીએ તો તેનું અંગત જીવન ખુબ મુશ્કેલ રહ્યું છે. સ્ટોક્સ જ્યારે નાનો હતો તો તેના માતા-પિતા તેને ઈંગ્લેન્ડ લઈ આવ્યા હતા. સ્ટોક્સનો જન્મ 4 જૂન 1991ના ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો.

શું છે સમગ્ર ઘટના?

બેન સ્ટોક્સના પરિવારના ભયાનક ભૂતકાળ પર ઈંગ્લેન્ડના જાણીતા ટેબલોયડ 'ધ સન'એ રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બેન સ્ટોક્સના પિતા સાથે લગ્ન કર્યા પહેલા તેની માતા ડેબને પ્રથમ લગ્નના બે બાળકો હતા, પરંતુ 1988માં તેમના જન્મ પહેલા તેમના સાવકા ભાઈ, ચાર વર્ષના એંડ્ર્યૂ અને આઠ વર્ષીય બહેન ટ્રેસીની તેમના સાવકા પિતા રિચર્ડ ડને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ સ્ટોક્સના માતા ડેને રગ્બી કોચ ગેરાર્ડ સ્ટોક્સ સાથે લગ્ન કર્યા હતા.

સ્ટોક્સને લઈને ઈંગ્લેન્ડમાં વસી ગયા માતા-પિતા

ગેરાર્ડ સ્ટોક્સ બેન સ્ટોક્સના પિતા હતા. સ્ટોક્સનો જન્મ 191માં થયો હતો. મહત્વનું છે કે રિચર્ડ ડનને જાણકારી મળી કે તેની પત્ની ડેબની બેન સ્ટોક્સના પિતા રગ્બી કોચ ગેરાર્ડ સ્ટોક્સની સાથે મિત્રતા થઈ ગઈ છે. ત્યારબાદ રિચર્ડ ડને આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે 12 વર્ષના બેન સ્ટોક્સને લઈને તેના માતા-પિતા ન્યૂઝીલેન્ડથી ઈંગ્લેન્ડ આવી ગયા હતા. ત્યાં ગેરાર્ડે રગ્બી લીગ ક્લબમાં નોકરી શરૂ કરી હતી.

પિતાએ કરી બાળકોની હત્યા

સ્ટોક્સના માતા ડેબના પ્રથમ પતિ રિચર્ડ ડન સાથે છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ જ્યારે રિચર્ડને માહિતી મળી કે ડેબ રગ્બી કોચ ગેરાર્ડ સ્ટોક્સ સાથે સંબંધમાં છે, તો તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો. સપ્તાહના અંતમાં બન્ને બાળકો રિચર્ડની પાસે ક્રાઇસ્ટચર્ચ સ્થિત ઘરે ગયા હતા. તણાવમાં ડને ટ્રેસી અને એંડ્ર્યૂને ગોળી મારી દીધી. આ પહેલા તેણે ઘરને આગને હવાલે કરી દીધુ હતું. આ ઘટનાથી ડેબને ઉંડો આઘાત લાગ્યો હતો.

ઈંગ્લેન્ડના જાણીતા ટેબલોયડ ધ સને રિચર્ડની 49 વર્ષીય પુત્રી ડનના હવાલાથી રિપોર્ટ કર્યો હતો. જૈકીએ કહ્યું- હું તે સમયે 18 વર્ષની હતી, હું ચોંકી ગઈ હતી કે મારા પિતાએ બન્ને માસૂમ બાળકોની હત્યા કરી દીધી. તેની યાદો ભયાનક છે.

(4:57 pm IST)