ખેલ-જગત
News of Monday, 4th June 2018

ફિફા વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ

નવી દિલ્હી: રશિયામાં તારીખ ૧૪મી જુનથી શરૃ થઈ રહેલા ફિફા વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ચૂક્યું છે અને ટોચની ટીમોએ વર્લ્ડ ચેમ્પિયન બનવાની આખરી તૈયારીઓ શરૃ કરી દીધી છે. મોસ્કોના લુઝ્નીકી સ્ટેડિયમમાં જર્મનીના લેજન્ડરી ફૂટબોલર લોથર મેથ્યૂસના હસ્તે ફિફા -૨૦૧૮ના વર્લ્ડ કપ માટેની ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. ટ્રોફીના લોન્ચિંગ કાર્યક્રમમાં લોથર મેથ્યૂસની સાથે મોસ્કોના મેયર સર્ગઈ સોબીયાનીન અને વર્લ્ડ કપની બ્રાન્ડ એમ્બેસેડર લીસન યુતીશેવા પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ કપને આડે ૧૦ દિવસનો સમય બાકી બચ્યો છે.

(4:20 pm IST)