ખેલ-જગત
News of Monday, 4th June 2018

આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું પાક.ક્રિકેટર આફ્રિદીએ

નવી દિલ્હી: પાકિસ્તાનનો સૌથી ફેમસ બેટ્સમેન શાહિદ આફ્રિદીએ વેસ્ટ ઈન્ડિઝ અને વર્લ્ડ ઈલેવન વચ્ચે લોર્ડ્સમાં રમાયેલ મેચ બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આફ્રિદીએ તેમના અંતિમ આંતરાષ્ટ્રીય મેચોમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. 

 

આફ્રિદીએ કહ્યું, 'હું ક્ષણને ક્યારેય ભૂલીશ નહી. ગોર્ડ ઓફ ઓનર મળવું અને તે પણ ક્રિકેટના મક્કા લોર્ડ્સનમા મેદાન પર... મોટી વાત છે.' આફ્રિદીએ કહ્યું કે, આજની ચેરિટી મેચ એક ખાસ કારણના કારણે રમવામાં આવી, આનો ભાગ બન્યો તે મારા માટે ખુબ સ્પેશ્યલ રહ્યું. તે બધા લોકોનો આભાર જેઓ આવ્યા અને અમને સ્પોર્ટ કર્યો. 
આફ્રિદી વેસ્ટ ઈન્ડિઝ વિરૃદ્ધ વર્લ્ડ ઈલેવન ટીમની કેપ્ટનસી કરી રહ્યો હતો. ચેરિટી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ ઈલેવનને ૭૨ રને માત આપી. ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં ઉતરેલ આફ્રિદી ૧૧ રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. સેમ્યુઅલ બદ્રીની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે ૭૨ રને જીત મેળવી હતી.

(4:19 pm IST)