ખેલ-જગત
News of Monday, 4th June 2018

નોર્વેચેસ ચેમ્પિયનશીપમાં આનંદે કાર્લસનને રોકયો

નોર્વેમાં ચાલી રહેલી ચેસ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી વિશ્વનાથ આનંદે પાંચમાં રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે ડ્રો કરી આ સ્પર્ધાનું ટાઈટલ જીતવા માટેની આશાને જીવંત રાખી છે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા ભારતીય દિગ્ગજ ખેલાડી સામે ટુર્નામેન્ટમાં બે જીત સાથે ટોચ પર ચાલી રહેલા કાર્લસન કંઈ ખાસ નહોતો કરી શકયો અને ડ્રોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આનંદ હાલમાં આ સ્પર્ધામાં ત્રીજા ક્રમાંક પર છે.

(3:53 pm IST)