ખેલ-જગત
News of Monday, 4th June 2018

આઇપીઅેલ મેચ દરમિયાન કિંગ્સ ઇલેવનમાં ધમાકેદાર બેટિંગ કરનાર ક્રિકેટર મયંક અગ્રવાલે આશિતા સુદ સાથે લગ્ન કરી લીધા

નવી દિલ્હીઃ આઇપીઅેલ ક્રિકેટ મેચમાં શાનદાર બેટિંગ કરનાર મયંક અગ્રવાલે પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સુદ સાથે લગ્ન કરી લીધા છે.

કર્ણાટકના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે ગત વર્ષે ઘરેલૂ ક્રિકેટમાં પોતાના બેટ વડે જોરદાર ધોલાઇ કરી. ઘરેલૂ ક્રિકેટમાં મયંકે એટલા રેકોર્ડ બનાવ્યા કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો પાછળ રહી ગયા. આ બેટ્સમેનને હજુ સુધી ટીમ ઇન્ડીયામાં તક મળી નથી. પરંતુ ઇગ્લેંડ પ્રવાસ માટે ઇંડીયા એ ટીમમાં તેમનું સિલેક્શન જરૂર થઇ ગયું છે. ઇગ્લેંડના પ્રવાસ પર જતાં પહેલાં મયંક અગ્રવાલ પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આઇપીએલ 2018માં કિંગ્સ ઇલેવન પંજાબનો ભાગ રહેલા મયંક અગ્રવાલે પોતાની ગર્લફ્રેંડ આશિતા સૂદ સાથે લગ્ન કરી લીધા છે. 

મયંક અને આશિતાના લગ્નમાં કર્ણાટકના બેટ્સમેન કેએલ રાહુલ જાનૈયા બનીને પહોંચ્યા. કેએલ રાહુલે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ પરથી મયંકના લગ્નના કેટલાક સુંદર ફોટા શેર કર્યા છે. તમને જણાવી દઇએ કે મયંકે પોતાની ગર્લફ્રેંડને લંડન આઇમાં પ્રપોઝ કર્યું હતું.

ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ મોટાભાગે મયંક અગ્રવાલને ટીમ ઇન્ડીયામાં સામેલ કરવાની માંગ ઉઠતી રહી છે, પરંતુ તેમને ભારતીય ટીમમાં હજુ સુધી તક મળી શકી નથી. પરંતુ પસંદગીકર્તા એમએકે પ્રસાદનું કહેવું છે કે અમે તે ખેલાડીઓ પર નજર રાખી રહ્યાં છીએ. તાજેતરમાં થયેલા સીએટ ક્રિકેટ એવોર્ડ્સમાં મયંક અગ્રવાલને વર્ષના સર્વશ્રેષ્ઠ ઘરેલૂ ખેલાડીનો એવોર્ડ પણ મળ્યો છે.

જોકે, આઇપીલ 2018માં મયંક અગ્રવાલનો પરર્ફોમન્સ કેટલાક ખાસ રહ્યું નથી. આઇપીએલની આ સીઝનમાં મયંક અગ્રવાલે 11 મેચ રમીને 12:00ની સરેરાશ અને 127.65ની સ્ટ્રાઇક રેટ ફક્ત 120 રન જ બનાવ્યા. 

સોશિયલ મીડિયા પર મયંક અગ્રવાલ અને આશિત સૂદના લગ્નના ઘણા ફોટા વાયરલ થઇ રહ્યા છે. ભલે તેમને ટીમ ઇન્ડીયામાં હજુ તક મળી નથી, પરંતુ ઇંગ્લેંડમાં વનડે સીરીઝ અને ચાર દિવસીય મેચો માટે ઇન્ડીયા એ ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે મયંક અગ્રવાલે રણજી ટ્રોફી 2017-18 માં 10.45ની સરેરાશ થી 1160 રન બનાવ્યા, જેમાં 5 સદી સામેલ છે. મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેંટમાં 9 મેચોમાં 128ની સ્ટ્રાઇક રેટમાંથી 258 રન તો વિજય હજારે ટ્રોફીમાં 100ની સરેરાશથી 723 રન ફટકાર્યા. મયંક અગ્રવાલ ભારતીય ક્રિકેટના કોઇપણ એ લિસ્ટની ટૂર્નામેંટમાં સૌથી વધુ રન બનાવનાર ઇતિહાસના પહેલા ખેલાડી બની ચૂક્યા છે. તે ભારતીય ઘરેલૂ ક્રિકેટની કોઇ સિઝનમાં 2000 અથવા તેનાથી વધુ રન બનાવનાર પહેલાં બેટ્સમેન છે.તેમાં 8 સદી અને 9 ફિફ્ટી સામેલ છે. 

(6:11 pm IST)