News of Tuesday, 4th May 2021
ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડ ભારતને આપશે ૫૦ હજાર ડોલરનું ડોનેશન
યુનિસેફ ઓસ્ટ્રેલીયા સાથે ભંડોળ એકત્ર કરશે
નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ જણાવ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ સામે ભારતને મદદ કરવા માટે ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૩૭ લાખ રૂપિયા)ની મદદ કરશે. આ ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશન (એસીએ) યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે મળીને ભંડોળ ભેગું કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરને લીધે જે કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ જોઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ઘણું દુઃખ થઈ રહ્યું છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયા ઘણી સારી મિત્રતા ધરાવે છે. ભારતને આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ૫૦,૦૦૦ ડોલરનું ડોનેશન આપશે અને વિશ્વમાં જ્યાં પણ ઓસ્ટ્રેલિયન નાગરિકો વસેલા છે તેમને ભારતને મદદ કરવા અપીલ કરે છે.
(4:08 pm IST)