ખેલ-જગત
News of Thursday, 4th March 2021

બોક્સિંગ : બોક્સમ ઇન્ટરનેશનલમાં ભારતના 4 મેડલ પાક્કા

નવી દિલ્હી: સ્પેનની કોસ્ટેલાનમાં ચાલી રહેલી બોક્સમ એલાઇટ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતની વખતની ચેમ્પિયન એમસી મેરી કોમ સહિત ચાર ભારતીયો દેશ માટે મેડલ જીત્યાં છે. ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે આઠ ભારતીય પોતાનો ક્વાર્ટર ફાઇનલ રમશે. ટુર્નામેન્ટના બીજા દિવસે મહિલા બોક્સર જસ્મિને 57 કિલોગ્રામ કેટેગરીમાં અમેરિકન એન્ડ્રીયા મેદિનાને 5-૦થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જાસ્મિન ઉપરાંત, વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (51 કિગ્રા), એશિયન ચેમ્પિયન પૂજા રાણી (75 કિલો) અને સિમરનજીત કૌર (50કિલો) પણ સેમિફાઇનલમાં પહોંચી હતી અને મેડલ મેળવ્યો હતો. રાનીએ ઇટાલીની અસુંતા કેનફોરાને 5-0થી હરાવી જ્યારે સિમરનજીતે સ્ટીફનના યુજેનીયા એલ્બન્સને 5-0થી પરાજિત કર્યો.

(5:52 pm IST)