ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય પૂનમ યાદવના ઘરમાં ચોરી
ચોર ૧૨ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ગયા
આગ્રા,તા,૪ : આગ્રામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય પુનમ યાદવના સૈનિકપુરમ,મધુનગર ખાતે આવેલ ઘરમાં ચોરો ચોરી કરી ગયા છે.ચોર ૧૨ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ગયા છે ફિંગર પ્રિંટ એકસપર્ટ અને ડોગ સ્કવૈડની મદદથી તપાસ શર- કરવામાં આવી છે ઉપરાંત સીસીટીવી કેમેરાના ફુટેજ પણ પોલીસ તપાસી રહી છે.
પુનમ યાદવના સૈનિક પુરમ ખાતે ઘરમાં તેમના ભાઇ મુનેદ્ર સિંહ પરિવાર સહિત રહે છે મુનેદ્રે જણાવ્યું હતું કે તે પત્ની અને બાળકોની સાથે ઘરની પાસે જ રહેતા મિત્રના ઘરે ગયા હતાં એક કલાક બાદ પાછા આવ્યા તો દરવાજાનું તાળુ તુટેલું હતું અને રૂમમાં વસ્તુઓ વેરવિખેર હાલતમાં હતી. ઘરમાં ચોરોએ બે કબાટના લોકર તોડી નાખ્યા હતાં અને ત્યારબાદ સોનાના દાગીના, ઘડિયાળ કેમેરા અને ૧૨ હજાર રૂપિયા રોકડાની ચોરી કરી ગયા હતાં આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
મુનેદ્ર સિંહ એક કંપનીમાં સર્વિસ એન્જીનીયર છે. તેણે જણાવ્યું હતું કે તે સતત ઘરથી પરિવાર સહિત બહાર જાય છે પરંતુ કયારેય ચોરીની ઘટના બની નથી પરંતુ આ વખતે એક કલાક માટે ગયા ત્યારે ચોરી થઇ ગઇ છે. આથી લાગે છે કે કોઇને તેમના બહાર જવાની જાણ હતી અને તેણે જ આ ઘટનાને પરિણામ આપ્યું છે.
દરમિયાન શાહગંજ વિસ્તારમાં રહેતા ભારતીય ક્રિકેટર દીપક ચાહરના ઘરમાં પણ બદમાશોએ લુંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમાં સફળ રહ્યાં ન હતાં બાદમાં પોલીસે બદમાશોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.