ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચની ટીમ જાહેર
નવી દિલ્હી:ભારત વિરૂદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું એલાન કરવામા આવ્યુ છે. કાંગારૂ ટીમ મેનેજમેન્ટે વનડે ટીમના સિલેક્શનમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ટ્રેવિસ હેડ, એશ્ટન એગર, ડાર્સી શોર્ટ, ક્રિસ લીન અને એન્ડ્રયૂ ટાયને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. ત્રણ વનડે મેચની સીરીઝની શરૂઆત 12 જાન્યુઆરીએ થશે. પહેલો મુકાબલો સિડનીમાં થશે જ્યાં આ સમયે હાલ ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝનો ચોથો અને છેલ્લો મેચ રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની વનડે ટીમનું કેપ્ટન પદ એરોન ફિંચ સંભાળશે. જેનું ટેસ્ટમાં ફોર્મ ખુબજ ખરાબ રહ્યુ છે. આ સિવાય કંગારૂ વનડે ટીમમાં મિશેલ માર્શ, શેન માર્શ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ જેવા નામનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા વનડે ટીમ : ઓસ્ટ્રેલિયા વનડે ટીમ એરોન ફિંચ જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી(wk), પીટર હેડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, મિશેલ માર્શ, શોર્ન માર્શ, ગ્લેન મેક્સવેલ, જાઈ રિચર્ડસન, પીટર સિડલ, બીલી સ્ટાનલેક, માર્કસ સ્ટોઈનિસ અને એડમ જામ્પાનો સમાવેશ થાય છે.
ભારતની વનડે ટીમ : વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસધોની (wk), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યૂજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી.