ખેલ-જગત
News of Thursday, 4th January 2018

આઈપીએલ ૨૦૧૮ :હરાજી

મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપરમાં પરત ફર્યો

નવીદિલ્હી, તા. ૪, આ મહિનામાં મોડેથી યોજાનાર મેગા આઈપીએલ હરાજી પહેલા ભારતની અગ્રણી આઈપીએલ માટે આજે તેના જાળવી રાખવામાં આવેલા ક્રિકેટરોની હરાજીની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સમાં પરત વાપસી થઇ છે. જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.

-સનરાઈઝ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને ભુવનેશ્વરને જાળવી રાખ્યા. ડેવિડ વોર્નર અને ભુવનેશ્વરને ક્રમશઃ ૧૨ કરોડ અને ૮.૫ કરોડની ફી રખાઈ છે

-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી અને ડિવિલિયર્સ તેમજ સરફરાઝ ખાનને જાળવી રાખ્યા.વિરાટ કોહલી ૧૭ કરોડ, ડિવિલિયર્સ ૧૧ કરોડ અને સરફરાઝ ખાન ૧.૭૫ કરોડની લીગ ફી ધરાવે છે

રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથને જાળવી રાખ્યો છે તેની ફી ૧૨ કરોડની છે

-કોલકાતા નાઇટ રાઇડર્સે વેસ્ટઇન્ડિઝના બે ખેલાડી સુનિલ નારેન અને રસેલને જાળવી રાખ્યા. નારેન ૮.૫ કરોડ અને રસેલ ૭ કરોડની લીગ ફી મેળવે છે

-કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષરપટેલને જાળવી રાખ્યો. તેની લીગ ફી ૬.૭૫ કરોડ રહી છે

-ચેન્નાઈ સુપરે ધોની, સુરેશ રૈના અને જાડેજાને જાળવી રાખ્યા. ધોની ૧૫ કરોડ, સુરેશ રૈના ૧૧ કરોડ અને જાડેજા સાત કરોડની લીગ ફી ધરાવે છે

-મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને જાળવી રાખ્યા. રોહિત શર્માના ૧૫ કરોડ, હાર્દિક પંડ્યા ૧૧ કરોડ અને જસપ્રિત સાત કરોડની ફી ધરાવે છે

-દિલ્હી ડેરડેવિલ્સે ઋષભ પંત, શ્રેયસ અય્યર અને ક્રિસ મોરિશને જાળવી રાખ્યા. પંત આઠ કરોડ, મોરિશ ૭.૧ કરોડ અને શ્રેયસ અય્યર ૭ કરોડની લીગ ફી ધરાવે છે

(9:53 pm IST)