ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

પાકિસ્તાન અંડર-19ને રાહુલ દ્રવિડ જેવા કોચની જરૂરિયાત: રમીજ રાજા

નવી દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીજ રાજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને સલાહ આપી છે કે બીસીસીઆઈની જેમ અંડર-૧૯ ટીમ માટે રાહુલ દ્રવીડ જેવા સમ્માનિય પૂર્વ ક્રિકેટરને કોચ તરીકે નિયુક્ત કરે. રમીજ રાજાએ જણાવ્યુ હતું કે મને લાગે છે કે પીસીબીએ રાષ્ટ્રીય જુનિયર ટીમ માટે પૂર્વ ટેસ્ટ ક્રિકેટરને કોચ તરીકે નિયુક્ત કરવા અંગે વિચારવુ જોઈએ. 

 


પાકિસ્તાનને આજે રાહુલ દ્રવીડ જેવા કોચની જરુર છે. જે અંડર-૧૯ ટીમના યુવા ખેલાડીઓને તૈયાર કરી શકે. રાજાએ જણાવ્યુ હતું કે યુવા સ્તર પર પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખીને તેમને ભવિષ્યની ટીમ માટે તૈયાર કરવા સૌથી મુશ્કેલ કામ છે. કામ માટે નિપૂર્ણ કોચની જરુર પડે છે. તેમણે જણાવ્યુ કે, જે રીતે ભારતમાં રાહુલ દ્રવીડ જેવા સમ્માનિય પૂર્વ ક્રિકેટરના કારણે મુખ્ય ટીમને લાભ થઈ રહ્યો છે. તેજ રીતે પાકિસ્તાને પણ મુખ્ય ટીમ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા જોઈએ. જ્યારે યુવા ક્રિકેટરો પાસે દ્રવીડ જેવો આદર્શ માર્ગદર્શક હોય ત્યારે તેમને પોતાની પ્રતિભા નિખારવામાં અને એક ઉત્તમ ખેલાડી બનવામાં ઘણુ સરળ બની જાય છે. 

(4:37 pm IST)