ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

ભારે સંઘર્ષ પછી શારાપોવાની જીત

નવી દિલ્હી: રશિયન ટેનિસ સ્ટાર શારાપોવાએ ૪-૬, ૬-૩, ૬-૨ના ભારે સંઘર્ષ બાદ અમેરિકાની બિનક્રમાંકિત એલીસન રિસ્કને હરાવવામાં સફળતા મેળવી હતી. શારાપોવાએ ૩૪ વિનર્સ ફટકાર્યા હતા અને ૧૦માંથી સાત બ્રેક પોઈન્ટ બચાવ્યા હતા. હવે તેની ટક્કર ક્વાર્ટર ફાઈનલમાં કઝાખ્સ્તાનની ઝરીના ડીયાસ સામે થશે. ડીયાઝે ૬-૩, ૬-૭(૫-૭), ૬-૪થી સ્થાનિક ખેલાડી ઝાંગ સુઈને હરાવી હતી. અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કારોલીના પ્લીસકોવાની જોડકી બહેન ક્રીસ્ટીના પ્લીસકોવાએ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન લાતેવિયાની ઓસ્ટાપેન્કોને એક કલાક અને ૨૦ મિનિટના મુકાબલામાં  ૬-૧, ૬-૪ થી પરાજય આપ્યો હતો.

 

 

(4:37 pm IST)