ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

ટેસ્ટ-ક્રિકેટ માટે મિચલ માર્શ IPLની કરોડોની ઓફર ઠુકરાવશે

ઓસ્ટ્રેલીયાના ઓલ રાઉન્ડરે IPL ને લલચામણી ગણાવીઃ હવે તે કાઉન્ટીમાં રમીને પોતાની રમતને સુધારશે

 આજે  જયારે તમામ ખેલાડીઓ પૈસાની પાછળ ભાગી રહયા છે. ત્યારે ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર મિચલ માર્શે  IPLકરતાં કાઉન્ટી ક્રિકેટને મહત્વ આપી સારૂ ઉદાહરણ પુરૂ પાડયું છે. મિચલે આ વર્ષે IPLમાં નહિ  રમવાનો નિર્ણય લીધો છે. એને બદલે લાંબા ફોર્મેટમાં પોતાની રમતમાં સુધારો કરવા માટે તે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરે તરફથી રમશે. ગયા વર્ષે રાઇઝીંગ પુર્ણે સુપરજાયન્ટ્સની ટીમે માર્શને.૪.૮ કરોડ રૂપિયામાં ખરીધો હતો.

 માર્શે કહયું હતુ કે ' આર્થિક રીતે  આ એક મોટો નિર્ણય હતો, પરંતુ મારૂ ધ્યેય ઓસ્ટ્રેલીયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે.  IPLલલચામણી છે એમાં રૂપિયા અને ભારતમાં રમવાની લાલચ પણ જોડાયેલી છ, પરંતુ મેં મારી ક્રિકેટ-પધ્ધતિને જોઇને નિર્ણય લીધો છે જયારે મેં નિર્ણય કર્યો તો મને નોહતું લાગ્યું કે હું આટલો જલ્દી આને અમલમાં મુકી શકિશ.'

માર્શે ઓસ્ટ્રેલીયા માટે અત્યાર સુધી ૨૩ ટેસ્ટ મેચમાં ૮૯૩ રન બનાવવા ઉપરાંત ૨૯ વિકેટે લીધી છે. તેણે કહયું હતું કે ' હું ઇંગ્લેન્ડમાં થનારી વન-ડે સિરીઝમાં મારૂ  ધ્યાન મારા દેશ માટે સારૂ પ્રદર્શન કરવા પર છે.

(3:37 pm IST)