ગીતા ફોગાટે કરી ઝાયરા વસીમની તરફેણ
નવી દિલ્હી:મહિલા પહેલવાન ગીતા ફોગાટે કહ્યંદ હતું કે જ્યારે પેલી વ્યક્તિએ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તેણે તેને લાફો મારવાની જરૂર હતી. ઝાયરા વસીમની વિમાન-પ્રવાસમાં થયેલા મૉલેસ્ટેશનની નિંદા કરતાં મહિલા પહેલવાન ગીતા ફોગાટે કહ્યંદ હતું કે જ્યારે પેલી વ્યક્તિએ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તેણે તેને લાફો મારવાની જરૂર હતી. ખાનની ફિલ્મ ‘દંગલ’માં ટીનેજર ગીતા ફોગાટનો અભિનય કરનારી ઝાયરા વસીમે શનિવારે રાત્રે દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઇટમાં વિનયભંગ થયો હોવાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં વિડિયોમાં જણાવ્યું હતું. વળી આ કબૂલાત કરતી વખતે તે રડી પણ પડી હતી.
નૅશનલ અવૉર્ડવિનર અભિનેત્રી ઝાયરા સાથે થયેલા આ બનાવની નિંદા કરતાં ગીતા ફોગાટે કહ્યું હતું કે ‘જે કંઈ થયું હતું એ ખોટું થયું છે. જો એ ઝાયરા સાથે થયું એ કોઈ અન્ય સાથે પણ થઈ શકે છે. ઝાયરાએ એ વ્યક્તિને તરત લાફો મારવો જોઈએ.’