ખેલ-જગત
News of Thursday, 2nd December 2021

ભારતના જુનિયર હોકી ખેલાડીઓના ડિફેન્સને સલામ

બેલ્જિયમને ૧-૦થી હરાવ્યું: હવે સેમી ફાઈનલમાં જર્મની સાથે થશે જોરદાર મુકાબલો

નવીદિલ્હીઃ ભુવનેશ્વરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતના જુનિયર હોકી ખેલાડીઓએ યુરોપની સ્ટ્રોન્ગ ટીમોમાં ગણાતી બેલ્જિયમની ટીમને જોરદાર રસાકસી વચ્ચે ૧-૦ થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઈનલમાં ભારતનો મુકાબલો જર્મની સાથે થશે.

ભારત વતી ૨૧ મિનિટમાં શાર્દાનંદ તિવારીએ મેચનો જે પ્રથમ ગોલ કર્યો હતો એ એકમાત્ર ગોલ ની ગયો હતો. એ ગોલ પછી ભારતીયોએ સંરક્ષણની દીવાલ એટલી બધી મજબૂત બનાવી હતી કે બેલ્જિયમના આક્રમક ખેલાડીઓ વારંવાર ગોલપોસ્ટની નજીક પહોંચી જવા છતાં એકેય ગોલ નહોતા કરી શકયા.

(3:35 pm IST)