ખેલ-જગત
News of Tuesday, 3rd December 2019

ટેસ્ટમાં 7000 રનનો આંકડો પાર કરનાર બીજો ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન બન્યો ટેલર

નવી દિલ્હી: અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન રોસ ટેલર ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન બનાવનારો અને વિશ્વનો 51 મો બેટ્સમેન બનનાર ન્યૂઝીલેન્ડનો બીજો બેટ્સમેન બન્યો છે. અહીંના સેડન પાર્ક સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટેલરે આ સિદ્ધિ મેળવી હતી.35 વર્ષના ટેલરે તેની 169 મી ઇનિંગમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધી હતી, જેમણે 189 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.ફ્લેમિંગે 111 ટેસ્ટ મેચોમાં 7172 રન બનાવ્યા હતા.ટેલરે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 96 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 7022 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 32 અડધી સદીનો સમાવેશ છે.

(5:00 pm IST)