મારી બાયોપીકમાં હૃતિક રોશનને જોવા માંગુ છું: સૌરવ ગાંગુલી
મુંબઈ : ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને અત્યારના ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ઇચ્છા છે કે તેની બાયોપિકમાં હૃતિક રેશન કામ કરે.
હૃતિકનું નામ ટોચના સ્ટારમાં કરવામાં આવે છે તેમ જ 'સુપર ૩૦' દ્વારા તેણે જણાવી દીધું છે કે તે અતિથી અતિસામાન્ય વ્યકિતની બાયોપિકમાં પણ જાન લાવી દે છે.
તેણે પટતાના ગણિતશાસ્ત્રી આનંદકુમારની બાયોપિક 'સુપર ૩૦'માં ખૂબ ઉમદા કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે ઘણું વજન ઘટાડ્યું હતું.
એક સમય હતો જયારે લોકો કહેતા કે આ પાત્ર માટે હૃતિક બંધબેસતો નથી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ તમામની બોલતી બંધ થઈ ગઈ હતી. ગાંગુલીએ દલમાં એક ટોક-શોમાં દ્રજરી આપી હતી. આ ઊેમાં તેની બાયોપિકમાં તે કૌને જોવા માગશે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ વિશે જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે 'હું હૃતિક રોશનને જોવા માગીશ. હું તેને ખૂબ પસંદ કરું છું.'