ખેલ-જગત
News of Tuesday, 3rd December 2019

વોર્નર મારો રેકોર્ડ તોડે એની હું રાહ જોઇ રહયો હતોઃ બ્રાયન લારા

એંડીલેડ :   બ્રાયન લારાનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર મારો રેકોર્ડ તોડે એ માટે હું રાહ જોઈ રહ્યો હતો. અત્યાર સુધી ટેસ્ટ મેચમાં સૌથી વધુ ૪૦૦ રન લારાએ કર્યા છે. પાકિસ્તાન સામેની   બીજી ટેસ્ટમાં આ રેકોર્ડ તોડવા માટેનો     ચાન્સ ડેવિડ વોર્નર પાસે હતો, પરંતુ દાવ ડિકલેર કરતાં તે એ રેકોર્ડ ચૂકી ગયો છે. આ વિશે લારાએ કહાં હતું કે 'એ ખૂબ સારી ઈનિંગ હતી. ઓસ્ટ્રેલિયા માટે મેચ જીતવી મોટી વાત હતી, પરંતુ એમ છતાં હું વોર્નર  રન કરતો  જોવા માગતો હતો. મારી નજર સામે આ રેકોર્ડ તૂટે એ જોવાની મારી ખૂબ ઈચ્છા હતી. હું ઈચ્છતો હતો કે ઓસ્ટ્રેલિયા વોર્નરને કહે કે તારી પાસે ટી-ટાઈમ સુધી ૧ર ઓવરનો સમય છે. તું એ કરી રડ દેખાડશે કે નહીં એ જણાવ. સર ડોનલ્ડ બ્રેડમૈનનો રેકોર્ડ તૂટ્યા બાદ તે મારો રેકોર્ડ તોડે એની હું રાહ જોઈ રહ્યો હતો. જો તે મૈથ્યુ હેડનના ૩૮૦ રનનો રેકોર્ડ તોડવા માટે પ્રયત્ન કરત તો તેણે મારો રેકોર્ડ તોડવો જરૂરી હતો. રેકોર્ડ તો તોડવા માટે જ હોય છે અને વોર્નર પાસે એ તોડવા માટે હજી સમય પણ છે.

(3:48 pm IST)