ખેલ-જગત
News of Tuesday, 3rd December 2019

ઓસ્ટ્રેલીયા માટે ડેવિડ વોર્નરની ઇનિંગ સ્પેશયલ હતીઃ ટિમ પેઇન

એડીલેડઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેઇનનું કહેવું છે કે ડેવિડ વોર્નરની ટ્રિપલ સેન્ચુરી ટીમ ૧૪૧ માટે સ્પેશ્યલ હતી. વોર્નર ૪૧૮ બોલમાં ૩૩૫ રન કરીને નોટ આઉટ રહ્યો હતો.  માર્નસ લેબુશને પણ ૧૬૨ રન કરી  ટેસ્ટમાં તેની બીજી સેન્ચુરી પૂરી કરી હતી. આ વિશે ટિમ પેઇને કહ્યું હતું કે  'ડેવિડ અને માર્નસ અદ્ભુત હતા. તેમને જયારે પણ તક મળી છે ત્યારે તેમણે સારો સ્કોર કર્યા છે. આપણે બધાએ ડેવિડ વોર્નરની ધમાકેદાર ઇનિંગ જોઈ છે. ઓસ્ટ્રેલિયન દ્વારા રમાયેલી ટોપની બે ઇનિંગમાંની આ એક હતી. ઓસ્ટ્રેલિયા માટે આ એક સ્પેશ્યલ મૂવમેન્ટ હતી. 

(3:48 pm IST)