ખેલ-જગત
News of Tuesday, 3rd December 2019

લિયોનેલ મેસ્સીએ જીત્યો 'બેલોન ડી ઓર' એવોર્ડ : છ વખત એવોર્ડ જીતીને તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

યુએસએ વર્લ્ડ કપના સુપરસ્ટાર મેગન રેપિનોએ મહિલાઓનો એવોર્ડ મેળવ્યો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ પેરિસમાં બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો, જ્યારે યુએસએ વર્લ્ડ કપના સુપરસ્ટાર મેગન રેપિનોએ મહિલાઓનો એવોર્ડ મેળવ્યો છે. ફ્રાન્સની રાજધાનીમાં શૈટલેટ થિયેટરમાં રેપિનો હાજર નહોતા. જોકે, મેસ્સી તેની પત્ની એન્ટોનેલા રોક્કુઝો અને તેમના બે બાળકો સાથે ત્યાં હાજર હતા. મેસ્સી એકંદરે તેમના પ્રતિસ્પર્ધી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો કરતા એક વધુ પોતાનો છઠ્ઠો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે.

 મેસ્સીએ કહ્યું તે 10 વર્ષ પહેલાની વાત છે જ્યારે મેં મારો પ્રથમ બેલોન ડી પેરિસમાં જીત્યો હતો અને મને યાદ છે કે હું મારા ત્રણ ભાઈઓ સાથે અહીં આવ્યો છું, મારી ઉંમર 22 વર્ષ હતી અને તે મારી કલ્પનાથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. મેસ્સીએ એવોર્ડ લેતી વખતે ગત વર્ષની વિજેતા લુકા મોડ્રિકને આ કહ્યું હતું. હવે આ મારો છઠ્ઠો એવોર્ડ છે, આ મને એવા સમયે મળ્યો છે જ્યારે મારી પત્ની અને ત્રણ બાળકો સાથેનું અંગત જીવન ખૂબ જ ખાસ ચાલી રહ્યું છે.

(1:39 pm IST)